ન્યુકિલઅસ કક્ષા :
આ કક્ષાનું બીજ એ બધી જ કક્ષાના બીજનો સ્ત્રોત છે, એટલે કે તેને બેઝીક સીડ પણ કહેવામાં આવે છે. નવી જાત તૈયા૨ ક૨ાયા પછી તેના ગુણધર્મોવાળા છોડ પસંદ કરી તેનું સેલ્ફીંગ ક૨વામાં આવે છે અથવા આવા છોડને અલગ રાખવામાં આવે છે. આ પસંદ કરેલ છોડની અલગ અલગ પ્રજનનને ઉગાડવામાં આવે છે. એકસરખા અને મૂળ જાતના ગુણધર્મોવાળી પ્રોજનીને એકત્રિત કરી પાયાનું બીજ તૈયા૨ ક૨વામાં આવે છે. જાતના ગુણધર્મો જાળવવા અને ઉત્પાદન ક્ષમતા સાચવી રાખવા એક કરતાં વધારે છોડની પ્રોજની તૈયાર કરવી જરૂરી છે, અને એક કરતાં વધારે સરખી પ્રોજેનીને એકત્રિત કરવી, આ સઘળી કામિંગરી જે તે પાકના બ્રીડર દ્વા૨ા ક૨વામાં આવતી હોય છે.
બ્રીડર્સ કક્ષા :-
મૂળભૂત અથવા નુક્લિયએસ કક્ષા પછીની બીજની કક્ષા છે, જે કૃષિ યુનિવર્સિટીના ફાર્મ ઉપ૨ તેમજ વિશ્વાસપાત્ર પ્રગતિશીલ ખેડૂતના ખેતર ઉપર બ્રીડરની સીધી દેખરેખ અને માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવે છે, અથવા તો રિસર્ચ વેરાયઇટી (સંશોધિત જાત)નું બ્રીડર કક્ષાનું બિયારણ જે તે સીડ કંપનીના જવાબદાર બ્રીડર દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે માટે નિયત પાકનું આઇસોલેશન અંતર જાળવવું આવશ્યક છે. આ કક્ષાના બીજને ‘બ્રીડર્સ ટંગ' અપાતી હોય છે. બ્રીડર કક્ષાના બીજ ઉત્પાદનની ગુણવત્તાનાં ધારાધોરણ જાળવવા અને બીજ ઉત્પાદન પ્લોટના મોનિટરીંગ માટે બ્રીડર સીડ ઉત્પન્ન થવાથી તેના વેચાણ સુધીના તબક્કાઓ વાર કુલ ૬ પ્રકારના BSP(બ્રીડર સીડ પ્રોડક્શન) ફૉર્મમાં માહિતી, બીજ ઉત્પાદન વિભાગ, કૃષિ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા ભારત સરકાર, ન્યૂ દિલ્હીનેમોક્લવાની હોય છે.
ફાઉન્ડેશન કક્ષા :-
આ કક્ષાનું બીજ બ્રીડર્સ કક્ષાના બીજમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, જેને નૅશનલ સીડ કોર્પોરેશન’ તેમજ સ્ટેટ સીડ કોર્પોરેશન અથવા અન્ય સંસ્થા દ્વારા સીડ સર્ટિફિકેશન એજન્સીના ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે. આ બિયારણ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ, તાલુકા બીજ વૃદ્ધિ કેન્દ્ર તેમજ ખેડૂતના ખેતર ઉપર પણ તૈયાર કરવામાં આવે છે.
સર્ટિફાઇડ કક્ષા :-
આ બીજ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી તૈયાર કરવામાં આવે છે. આ કશાનું બીજ સરકારી, સહકારી તેમજ ખાનગી બીજ કંપનીઓ દ્વારા ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે. આ કક્ષાનું બીજ ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવે છે. ફાઉન્ડેશન કક્ષાના તેમજ સર્ટિફાઇડ કક્ષાના બીજની ટૅગ ઉપર બીજ પ્રમાણન એજન્સીની ટેગ હોવી જરૂરી છે.
ટૂથફુલ (લેબલ્ડ) કક્ષા :-
આ કક્ષાનું બિયારણ મહદ્અંશે કૃષિ યુનિવર્સિટીઓ અને બીજ ઉત્પાદન સાથે સંકળાયેલ સીડ કંપની દ્વારા તૈયાર કરી, ટેગ લગાવી ખેડૂતોને સીધું વેચાણ કરવામાં આવતું હોય છે. આ કક્ષાના બીજની ગુણવત્તાનાં બધાં જ ધારાધોરણ સર્ટિફાઇડ કક્ષાના બીજ જેવાં હોય છે. ફક્ત બીજ પ્રમાણન એજન્સીની ટેગના બદલે વિશ્વાસપાત્ર કક્ષાના બીજની ટેગ લગાવવામાં આવે છે.
