Bio-Decomposer || બાયો ડી કંમ્પોઝર || છાણીયું ખાતર સડાવવા માટેની સાચી પધ્ધતી

0

  

 છાણીયું ખાતર સડાવવા માટેની સાચી પધ્ધતી


🔰 કાચું ખાતર જમીનમાં આપવું જોઈએ નહી શામાટે ?


🔰 *ખેડૂતો ખેતી સાથે થોડું પશુપાલન કરે છે,જેનું ગોબર અને ઓગઠ તેમજ ખેતી પાક માથી નીકળતો નકામો કચરો સીધો ઉકરડા માં નાખે છે,જેમાં કોઈ ડી કંપોસ્ટ માટે પધ્ધતિનો ઉપયોગ કરતાં નથી


🔰 આ કાચું ખાતર ખેતર માં નાખવા થી થતાં નુકશાન નીચે મુજબ થાય છે


🔰 *જો કાચું ખાતર આપવામાં આવે તો તે ખાતર સડવા માટે જમીનમાંનો નાઈટ્રોજન અને ફોસ્ફરસ પોતે ખાઈ જાય છે અને છોડને મળી શકતો નથી,જો ખેતરમાં કાચું ખાતર આપીએ તો તેમાંથી મીથેન અને એમોનીયા ગેસ છૂટો પડે છે,જે જમીનના જીવાણુંઓને મારી નાખે છે તથા છોડના તંતુ મુળને બાળી નાખે છે


🔰 કાચું ખાતર એ મુંડા અને હાનિકારક ફૂગનો ખોરાક છે,તેથી જમીનમાં નાખવાથી મુંડા અને હાનિકારક ફૂગ આવે છે,અને તેનું પ્રમાણ વધે છે,જેથી દવાઓના ખર્ચ માં વધારો થાય છે.


🔰 કાચું ખાતર જમીનમાં નાખવાથી નીંદામણ ના બીજ નો ઉગાવો વધારે છે.જે ખેતી ખર્ચ માં વધારો કરે છે.


🔰 કાચું ખાતર પિયત પાણી ના સંપર્ક માં આવવાથી ડીકંપોસ્ટિંગ થાય જેથી જમીનનું તાપમાન વધારે છે,અને પિયત પાણી વધારે જોઈએ છે.


🔰 મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો 3 મહિના માટે બિનઅસરકારક રહે છે.જમીન નો ઓર્ગેનિક કાર્બન વધતો નથી.


🔰 કાચું ખાતર જમીનમાં મિક્સ થતું નથી, ડીકંપોસ્ટિંગ 3 માસ માં તૈયાર થાય છે,જમીન માં સારું સડેલું (ગલતિયું,કોહવાએલુ) ખાતર આપવું જોઇએ.


🔰 ઊકરડો એક વર્ષ પછી પણ કાચો રહે છે,કાચું ખાતર જમીનમાં આપીયા પછી ડી કંપોસ્ટિંગ થવાથી નાઇટ્રોજન નો ઉપયોગ કરે છે,જેથી પાકને નાઇટ્રોજન ની ખામી ઊભી થાય છે.


🔰 કાચા ખાતર માં કાચો કાર્બન હોવાથી જમીન જન્ય જીવાત નો ઉપદ્રવ વધે છે,ઉ.હ. મુંડા

મગફળી અને ડુંગળી જેવા પાકોમાં સફેદ ફૂગ અને બાફિયો નો અટેક કાચા ખાતર થી વધારે થાય છે,


🔰 કાચું ખાતર ના કારણે જે પહેલો પાક હોય તેમાં ખર્ચ વધે છે.અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.


🔰 ઉકરડા ના કાચા અવશેષો ખેતી કરવાં માં અવરોધ રૂપ બને છે, ઉ.હ. પશુ ની ઓગઠ પાકના અવશેષો કાચું ખાતર પ્લાસ્ટિક મલચિંગ તેમજ સાદા ખેતરમાં ઉપયોગ કરવા થી પાકના ઉગાવા પર ગંભીર અસરો થાય છે.


🔰 કાચા ખાતર ના ઉપયોગ થયેલ ખેતરમાં ખરીફ સીજન માં થોડા વરસાદ થી વાવણી શકય બનતી નથી.


🔰 સરેરાશ કાચા ખાતર થી એક સીજન માં ખેતી ખર્ચ વધે છે,અને ઉત્પાદન ઘટે છે,છાણીયું ખાતર સડાવવા માટેની સાચી પ્રધ્ધતી ખેતરનો નકામો કચરો અને પશુ ના ગોબર ને નીચીત પધ્ધતિ દ્રાર યોગ્ય વાતાવરણ માં ડી કંપોસ્ટ કરવામાં આવે તેને કંપોસ્ટિંગ ખાતર કહેવામા આવે છે.


🔰 2 ટન છાણીયું ખાતર ને વ્યવસ્થીત કંપોસ્ટ કરવા માટે 

1 કિલો ટ્રયકોડરમાં,

1 કિલો બાયો કંમ્પોઝર અને 

1 કિલો દેશી ગોળ

200 લીટર પાણીમાં મિક્સ

કરીને છાણીયું ખાતરના ઢગલા ઉપર છંટકાવ કરવો અને 10-10 દિવસ ના અંતરે ભેજ જળવાઈ રહે તેટલો ભેજ આપવામાં આવે તો અને વાતાવરણ મુજબ 45 થી 50 દિવસની અંદર સારું છાણીયું ખાતર ત્યાર થાય છે.


🔰 કોહવાયેલુ ગળતીયુ ખાતર કોને કહેવાઈ? જેનો કલર ચા ની ભૂકી જેવો હોઈ,તેને સુંઘતા તેમાં પહેલા વરસાદની માટીની સુગંધ આવે છે,વજનમાં એકદમ હળવું ફૂલ જેવું હોઈ,તડકે રાખવામાં આવે છતા પણ ગરમ ના થાય.


🔰 ગળતીયા ખાતરનું મુખ્યતત્વ ઓર્ગેનિક એસીડ છે, જે તડકામાં ઉડી જાય છે,તેથી દેશી ખાતર વહેલી સવારે અથવા સાંજના 5 વાગ્યા પછી ચાચમાં ભરીને દાટી દેવું, (સાંતી ચલાવી દેવું) દેશી ખાતર તડકો ઓછો થયા પછી અને હવામાં ભેજ આવ્યા બાદ મતલબ કે ૧૫ મેં પછી જમીનમાં ભરવું તેના ઢગલા કરવા નહી કે ખુલ્લું રાખવું નહિ પરંતુ જમીનમાં ભરવું.


🔰 કાચું છાણીયું ખાતર અને ખેતીના જૈવિક કચરાને સડાવવા માટે ખાતરની ખાડમાં બાયો કંમ્પોઝર નામના જૈવિક બેક્ટેરિયા પૂરતા પ્રમાણમાં નાખી અને પુરતો ભેજ આપવો,જેથી છાણીયું ખાતર ભરપુર થશે,


🔰 ખેતરમાં સાઠીને સડાવવા માટે એક એકરે 2

કિલો ગ્રામ બાયો કંમ્પોઝર જૈવિક બેક્ટેરિયા નાખવા.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*