સૂક્ષ્મ જીવો એટલે શું ? તેના પ્રકાર જણાવો.
સૂક્ષ્મજીવાણુઓ અને તેના કાર્ય:
1. ટ્રાયકોડરમા વીરીડી (min. 2 x 10^6 પ્રતિ ગ્રામ)
આ એક ખુબજ જાણીતી ફૂગ છે જે જમીનજન્ય મોટા ભાગની ફૂગ જેમ કે સ્લેરોશીયા ( મગફળી માં આવતી સફેદ ફૂગ) ફ્યુજેરિયમ, ફાયટોફ્થોરા, રાયજોક્ટોનિયા, પીથીયમ, વગેરેના કંટ્રોલ માટે ખુબજ ઉપયોગી છે.
2. સ્યૂડોમોનાસ ફ્લોરસેન્સ (min. 2 x 10^7 પ્રતિ ગ્રામ)
આ એક પ્રકારના બેક્ટેરિયા છે જેનો ફૂગનાશક તરીકે જમીનમાં અને ઉપરથી સ્પ્રેમાં ખુબ જ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. જેમ કે પીથીયમ, રાયજોક્ટોનિયા, ફ્યુજેરિયમ, એન્થ્રેક્નોસ, લીફ્સ્પોટ, સરકોસ્પોરા, અલ્ટરનેરિયા જેવા ફૂગના પ્રશ્નોને કંટ્રોલ કરવા માટે...આ ઉપરાંત ફોસફેટ સોલ્યુબિલયઝિંગ માટે પણ અગત્યનો ભાગ ભજવે છે.
3. બેસિલસ સબ્ટીલીસ (min. 2 x 10^7 પ્રતિ ગ્રામ)
આ એક પ્રકારના બેક્ટેરિયા છે જે જમીનમાં ઘણા બધા પ્રકારના ઉત્ચેસકો, હોર્મોન્સ, એન્ટિ- ઓક્સિડેંટ બનાવવામાં તેમજ નાઇટ્રોજન ફિક્ષેશન, ફોસફેટ સોલ્યુબિલયઝિંગ માટે, છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, છોડને તણાવમુક્ત કરવા અને ઉપરથી ડાઉની મિલડ્યું જેવા ફૂગના રોગને કંટ્રોલ કરવા
4. બેસિલસ એમાયલોલિક્વિફેન્સ (min. 2 x 10^7 પ્રતિ ગ્રામ)
આ એક એવા પ્રકારના બેક્ટેરિયા છે જેને પ્લાન્ટ ગ્રોથ પ્રમોટિંગ (PGP) બેક્ટેરિયા કહે છે. જે છોડના વિકાસમાં અવરોધ પેદા કરતા જીવાણુઓને કંટ્રોલ કરે છે તે ઉપરાંત જમીનમાં અમુક પ્રકારના કેમિકલ્સનું ઉત્પાદન કરે છે જે છોડના વિકાસમાં મદદ કરે છે.
5. મેટારાઇજિયમ એનીસ્પોલય (min. 2 x 10^6 પ્રતિ ગ્રામ)
આ એક પ્રકારની ફૂગ છે જેને જમીનમાં આપવાથી મુંડા કે ઊધઈ જેવી જીવાતોને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને જો સ્પ્રે કરવામાં આવે તો ચૂસિયા જીવાતોને મારવા માટે પણ ઉપયોગ કરી શકાય.
6. પેસિલોમાયસીસ લીલસીનસ (min. 2 x 10^6 પ્રતિ ગ્રામ)
આ એક પ્રકારની ફૂગ છે જે જમીનમાં નિમેટોડ (કૃમિ)ને મારવા માટે ઉપયોગી છે. પણ ખાસ કરીને આ પ્રોડક્ટમાં આ ફૂગની સાથે જ્યારે સ્યૂડોમોનાસ, બેસિલસ સબ્ટીલીસ અને માયકોરાયજા સહજીવનમાં હાજર હોય ત્યારે નિમેટોડ ઉપર ખુબજ સારો કંટ્રોલ મળે છે.
7. માયકોરાયજા
ખુબજ જાણીતી અને વપરાતી એક પ્રકારની મિત્ર ફૂગ છે જે મૂળમાં રહીને સૂક્ષ્મમૂળનું જાળું બનાવીને દૂર સુધી રહેલા ઘણા બધા પ્રકારના મુખ્ય તત્વો અને સૂક્ષ્મ તત્વોને મૂળ સુધી પહોચાડે છે. તેમજ ફોસફેટ સોલ્યુબિલયઝિંગનું કામ પણ કરે છે, છોડમાં આવતા તણાવને દૂર કરવાનું કામ પણ કરે
