ગૌમૂત્ર (Cow urine)

1


-  ગૌમૂત્ર એક ઉત્તમ ખાતર, ફૂગનાશક અને વૃદ્ધિકારક છે.

- વનસ્પતિઓ માટે કુદરતી ખાતર એટલે કે પોષક દ્રવ્ય છે.

- ઘણા ખેડૂતો તેને અમૃત સંજીવતી ગણે છે.

- ગાભણી કે દૂઝણી ગાય હોય તો તેના મૂત્રમાં હોર્મોન્સ વધારે હોય છે.

- ગૌમૂત્ર સેન્દ્રિય પદાર્થ અને નાઈટ્રોજનની દૃષ્ટિએ સમૃધ્ધ છે.

- ગૌમૂત્રનું પૃથક્કરણ ( ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ૧૯૪૧ ) મુજબ નીચે પ્રમાણેનાં મૂલ્યો આપે છે:


- સેન્દ્રીય પદાર્થ 78.4%
- નાઇટ્રોજન 1.21%
- ફોસ્ફોરિક એસિડ 0.01%
- પોટાશ 1.35%
  • ગૌમૂત્ર વાપરવાની રીત અને તેનું પ્રમાણ :

- ગૌમૂત્ર પિયતમાં પણ આપી શકાય અને પંપ વડે છંટકાવ પણ કરી શકાય છે.

- જો ગૌમૂત્ર પિયતમાં આપવું હોય તો એક પ્લાસ્ટિકના નળવાળા કેરબામાં ગૌમૂત્ર ભરવું અને ધોરિયામાં જ્યાંથી પાકનું વાવેતર શરૂ થતું હોય ત્યાં રાખવો.

- ટીપે - ટીપે અથવા ધીમી ધારે ગૌમૂત્ર ધોરિયામાં જતાં પાણીમાં પડે એ રીતે નળ ખુલ્લો રાખવો.

- એક એકરમાં 5 થી 7 લીટર ગૌમૂત્ર આપી શકાય અને છંટકાવ કરવો હોય તો એક પંપમાં 300 મિ.લિ. થી શરૂઆત કરી શકાય.

- ગૌમૂત્રનો છંટકાવ સવારે 10 વાગ્યા પહેલાં અને સાંજે 4 વાગ્યા પછી કરી શકાય.

  • ગૌમૂત્ર વાપરવાથી થતા ફાયદા :

- ગૌમૂત્રથી પાકને પોષણ મળે છે અને પાકની ગુણવત્તા સાથે ઉત્પાદકતા વધે છે.

- જમીનજન્ય ફૂગના રોગોનો તથા ઊધઈનો નાશ થાય છે.

- ગૌમૂત્રથી જમીનના ક્ષારો દૂર થઈ જાય છે .


--------------------------------------------------------------------------------------------------------------------------
ENGLISH TRANSLATE :-

* Cow urine :-

- Cow urine is an excellent fertilizer, fungicide and growth enhancer.

- Natural fertilizer is a nutrient for plants.

- Many farmers consider it as nectar resuscitation.

- If there is a pregnant cow, her urine is high in hormones.

- Cow urine is rich in organic matter and nitrogen.

- According to the analysis of cow urine (Indian Agriculture Research Institute 181) gives the following values:

- Organic matter 78.4%
- Nitrogen 1.21%
- Phosphoric acid 0.01%
- Potash 1.35%

* How to use cow urine and its proportions:

- Cow urine can also be given in irrigation and can also be sprayed with a pump. - If cow urine is to be given in irrigation, fill cow urine in a plastic tubed carabao and keep it in Dhoriya where the planting of the crop starts. - Tip - Keep the tap open so that the urine falls into the water as it drips or slows down. - 5 to 7 liters of cow urine can be given in one acre and if spraying is required, 300 ml. Can be started from. - Cow urine can be sprayed before 10 am and after 4 pm.

* Benefits of using cow urine:

- Cow urine nourishes the crop and productivity increases with the quality of the crop.

- Diseases of soil borne fungi and weeds are eradicated.

- Soil salts are removed from the urine.

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*