કમ્પોસ્ટ

1

કમ્પોસ્ટનો પરિચય



* કમ્પોસ્ટ શું છે?


કમ્પોસ્ટ ઘેરા રંગનો વનસ્પતિ અને પશુજન્ય પદાર્થનો વિઘટન પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલ પદાર્થ હ્યુમાસ યુકત ભોતિક તત્વ છે. કમ્પોસ્ટને જમીનમાં બરાબર ભેળવી દેવામાં આવે તો ખનીજ બનવાની પ્રક્રિયા થાય છે. જેને લઇને હ્યુમસ ધીમે ધીમે મુખ્ય/અન્ય સુક્ષ્મપોષકતત્વોને જમીનમાં છુટા પાડે છે. અને આ પ્રકારે છોડને પોષકતત્વો ઉપલબ્ધ થાય છે.


* ઉપયોગ કરવાની રીત :


કમ્પોસ્ટને જમીનમાં ખેડ કરતાં પહેલાં સપ્રમાણ પાથરી દેવું જોઇએ. જેથી પાકના વાવેતર પહેલાં જમીનને ખેડાણ કરતાં જમીનમાં ભળી જાય આમ છતાં શેરડી, બટાટા, કપાસ, જેવા કેટલાક પાકોમાં માટીના પાળા ચઢાવતી વખતે પણ જમીનમાં દબાવીને તેનો ઉપયોગ કરી શકાય છે.



* કમ્પોસ્ટની ઉપયોગિતા બોર્ડ પોકો

- ફળપાક

દાડમ, સીતાફળ, બોર, દ્રાક્ષ, જામફળ, ચીકુ, આંબો, અનાનસ, કેડા, નાળીયેર, વગેરે.

- સામાન્ય પાક

કપાસ, ધાન્ય વર્ગના પાક, તેલીબીયાં પાક જેવા કે મગફળી, રાઈ, સરસવ, દિવેલા, સૂર્યમુખી વગેરે

- શાકભાજીના પાક

ટામેટા, મરચા, ડુંગળી, ભીંડા, કોબીજ, ફ્લાવર  

- અન્ય પાક

ઇલાયચી, ચા, કોફી, ફુલપાક, ઔષધીય પાક ઘાસચારાના પાક તેમજ ઘરઆંગણે થતા પાક



* કમ્પોસ્ટ ખાતરની માત્રા :


જમીનમાં કાર્બનિક પદાર્થની ઉપલબ્ધતાને ધ્યાનમાં લઇ તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઇએ. આતના દેશની મોટાભાગની જમીનોમાં સમયસર કમ્પોસ્ટ ખાતરનો ઉમેરો ન થતાં કાર્બનિક પદાર્થની ભારે ઉણપ છે. આ પરિથિતતિમાં વિઘાદીઠ ૬ થી ૧૦ ગુણી કે તેથી વધારે માત્રમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ છે. કમ્પોસ્ટની માત્રાનો આધારે જે ખેતરમાં નાંખવાનો છે તે ખેતરની માટીના પ્રકાર અને વાવણી કરવામાં આવનાર પાક પર નિર્ભર કરે છે.




* કમ્પોસ્ટના ફાયદા :


- છેલ્લા બે દસકા દરમિયાન કૃષિ ઉત્પાદનમાં સ્થગિતતા કે વૃધ્ધિઅવરોધ માલુમ પડેલ છે. જેનું મુખ્યકારણ જમીનમાં કાર્બનિક પદાર્થનો ઓછો ઉપયોગ હોઇ શકે છે. જયારે કમ્પોસ્ટ જમીનમાં ભેળવી દેવામાં આવે છે ત્યારે જમીનમાં કાર્બનિક તત્વ તથા હ્યુમસની માત્રામાં વધારો થાય છે. જેનો જમીન પર લાભપ્રદ પ્રભાવ પડે છે.

- કમ્પોસ્ટ છોડને ઉપયોગી પોષકતત્વો વિશષ કરીને સુક્ષ્મ પોષકતત્વોનો એક સારો સ્તોત્ર છે.

- માટીના કાર્બનિક તત્વોમાં સુધારો લાવે છે, જેને લઇને જમીનનીછિદ્રિલતા, ધનતા, એકત્રીકરણ અને જળસંચારણની સમતામાં સુધારો થાય છે.

- કમ્પોસ્ટ જમીનની સ્થિતિ સુધારવામાં અને જમીનના ભૌતિક તેમજ રાસાયણિક ગુણોમાં સુધારો લાવવામાં મદદ કરે છે. જેથી માટીમાં વાયુમિશ્રણ અને જળપ્રક્રિયામાં મદદ થાય છે.

- તે હ્યુમસ તત્વોમાં સુધારો લાવે છે જેને લઈ બાષ્પીભવન, ખનીજીકરણ, નાઇટ્રીકરણ, વિનાયટ્રીકરણ, ચૌગીકીકરણ જેવી પ્રક્રિયાઓને લઇને પોષકતત્વોને થનાર નુકશાનને રોકવામાં મદદરૂપ થાય છે. કમ્પોસ્ટનો ઉપયોગ પડતર જમીન તથા બીજી સીમાંત ખેતીની જમીનમાં સૂર્યશક્તિને કેન્દ્રીત કરી જમીનને હૂંફ આપવામાં સહાયક બને છે.

- આનો ઉપયોગ નર્સરી તેમજ શાકભાજીના પાકોમાં પણ કરી શકાય છે. કમ્પોસ્ટના ઉપયોગથી છોડના ઝડપી વિકાસમાં લાભપ્રદ સૂક્ષ્મજીવો જેવા કે રાઇઝોબીયમ, એઝેટોબેકટર, ફોસ્ફેટ, ક્ષારને ઓગાળી નાંખી તેવા સૂક્ષ્મજીવો તથા ફુગ વગેરેનું સવર્ધન ઝડપી બને છે.

- તેનો ઉપયોગ તમામ છોડના મુળોને ઝડપથી વિકસિત બનાવી તેના વિકાસમાં સુધારો લાવે છે, જેના પરિણામ સ્વરૂપ વનસ્પતિની સારી વૃધ્ધિ થાય છે.

- કમ્પોસ્ટનો સતત ઉપયોગ માટીમાં સૂર્યશકિતના કેન્દ્રીકરણમાં સુધારો લાવવામાં મદદરૂપ બને છે, જેથી પાકનું ઉત્પાદન વધે છે. 

- જમીનના બાંધાને સુધારવા માટે એક આદર્શ પદાર્થ છે, જેનાથી હવા, પાણી, ઉર્જા અને જમીનની શિથિલતા, ધનતા, એકત્રીકરણ અને સંચારણની ક્ષમતા વધે છે. 

- જમીનના PH ને સ્થિર બનાવે છે જેથી માટીની પ્રતમાં સંગ્રહશકિત અને આભાસી ઘનતામાં સુધારો આવે છે.

- કમ્પોસ્ટનો ઉપયોગ જમીનની ઉર્વરા શક્તિ અને તાપમાનને જાળવી રાખે છે.


English Translate :

* What is compost?

Compost is a physical substance containing humus, a substance produced by the process of decomposition of dark-colored vegetable and animal matter. If compost is mixed well in the soil, it becomes a mineral. Humus gradually releases major / other micronutrients into the soil. And this is how nutrients become available to plants.

* How to use:

The compost should be spread evenly before plowing into the soil. So that the soil is absorbed into the soil before plowing before planting. However, in some crops like sugarcane, potato, cotton, it can also be used by pressing into the soil while raising the soil.


* Poco utility board of compost

- Fruitful

Pomegranate, Custard apple, Bora, Grape, Guava, Chiku, Mango, Pineapple, Cedar, Coconut, etc.

- Normal crop

Cotton, cereal crops, oilseed crops like groundnut, rye, mustard, diwali, sunflower etc.

- Vegetable crops

Tomatoes, chillies, onions, oats, cauliflower, cauliflower

- Other crops

Cardamom, tea, coffee, cauliflower, medicinal crops, fodder crops as well as home grown crops


* Dosage of compost manure:

Considering the availability of organic matter in the soil, it should be used in appropriate quantities. Most of the lands in this country are severely deficient in organic matter due to untimely addition of compost. In this case, it is recommended to use only 5 to 10 times or more per vidha. The amount of compost to be applied in the field depends on the type of soil in the field and the crop to be sown.

* Advantages of compost:

- During the last two decades, there has been a stagnation in agricultural production. The main reason for this may be the low use of organic matter in the soil. When compost is mixed into the soil, the amount of organic matter and humus in the soil increases. Which has a beneficial effect on the soil.

- Compost is a good source of micronutrients, especially useful plants.

- Improves soil organic matter, which in turn improves soil porosity, density, aggregation and water balance.

- Compost helps in improving the condition of the soil and improving the physical as well as chemical properties of the soil. So that aeration and watering in the soil is aided.

- It improves the humus elements which helps in preventing the loss of nutrients through processes like evaporation, mineralization, nitrification, dehydration, chlorination. The use of compost helps in warming the soil by concentrating solar energy in fallow lands and other marginal farm lands.

- It can also be used in nursery as well as vegetable crops. The use of compost accelerates the growth of beneficial microorganisms such as Rhizobium, Azetobacter, Phosphate, Alkali dissolving microorganisms and fungi in the rapid growth of plants.

- Its use improves the growth of all plant roots by making them grow faster, resulting in better growth of the plant.

- Continued use of compost helps to improve the concentration of solar energy in the soil, thus increasing crop yields.

- Is an ideal substance for improving soil texture, increasing air, water, energy and soil loosening, density, aggregation and communication capacity.

- Stabilizes the pH of the soil so as to improve the storage capacity and virtual density of the soil.

- The use of compost maintains the fertility and temperature of the soil.

ટિપ્પણી પોસ્ટ કરો

1ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*