Mycorrhizal :- Arbuscular Mycorrhizal Fungi (AMF)

0


 માઇકોરાઇઝા :- Arbuscular Mycorrhizal Fungi (AMF) 



     માઇકોરાઇઝા આધારિત જૈવિક ઉત્પાદન જે છોડના મૂળ સાથેના સહજીવન સંબંધો દ્વારા ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ, બોરોન, ઝીંક, વગેરે જેવા પોષક તત્વોના શોષણને વધારે છે. તે દુષ્કાળ સહિષ્ણુતા અને રોગ સામે પ્રતિરક્ષા પણ પ્રદાન કરે છે.

    આ ફૂગ માટીથી ફોસ્ફરસ ગ્રહણ કરી પોતાના રેસાઓ (હાઇફી) મારફત છોડના મુળમાં સ્થાનાંતરિત કરે છે જેને છોડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. 

     આ એક મિત્ર ફૂગ છે જે છોડના મુળમાં જઈ પોતાના રેસાઓને (હાઇફી ) જમીનમાં 200 ગણા સુધી ફેલાવે છે જેના કારણે છોડના મુળથી દૂર પડેલા પોષક તત્વો અને પાણી પાકને સહેલાઇથી મળવા લાગે છે. વધુ પ્રમાણમાં પોષક તત્વો મળવાને કારણે વધુ સારી ઊપજ મળે છે અને સાથેજ દુષ્કાળ સહન કરવાની ક્ષમતા વધે છે. આ ફૂગ ફોસ્ફરસ તત્વને સારા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં મદદગાર છે. ઓનો ઉપયોગ કરવાથી 40 ટકા સુધી ફોસ્ફટિક ખાતરોનો વપરાશ ઓછો કરી શકાય છે.

  • પાક: ચોખા, ઘઉં, શાકભાજી, શેરડી, તેલીબિયાં, કપાસ, ઘાસચારો, વગેરે.

  • ડોઝ: વાવણી / રોપતી વખતે એકર 2 કિગ્રાા



  • જૈવિક ખાતર ના ફાયદાઓ :-

  • મુળથી દુર રહેલ ખાતર પણ પાકોને મળવા માંડે છે, જેનાથી 40 ટકા સુધી ડી. એ.પી./ એસ.એસ.પી. (ફોસ્ફટિક ખાતર) નો વપરાશ ઓછો થાય છે.
  • ન મળતા ફોસ્ફરસને ઉપલબ્ધ કરાવે છે.
  • રાસાયણિક ખાતર ઓછું થવાથી માટીની ફળદ્રુપતા વધે છે.
  • માટીમાં રાસાયણિક દ્રવ્યો ઓછા થવાથી જૈવિક જગતની સક્રિયતા વધી જાય છે. મુળ જમીનના ઊંડાણમાં જઇ વધું પોષક તત્વો અને પાણી પાકને અપાવે છે,જૈનાથી પાકોને દુષ્કાળ સહન કરવાની તાકત મળે છે.
  • હવામાં રહેલ નાઇટ્રોજન પણ પાકોને મળે છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*