ડુંગળી
ડુંગળી પાક માટે અનુકૂળ જમીન પોટાશતત્વ ધરાવતી મધ્યમ કાળી, ભરભરી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારેકાળી, ચીકણી, નબળા નિતારવાળી જમીન આ પાકને માફક આવતી નથી.
સુધારેલી જાતો
ચોમાસુ : નાસિક-૫૩, એગ્રીફાઉન્ડ ડાર્કરેડ, ભીમા સુપર, ભીમા રેડ, ભીમારાજ
શિયાળુ : ગુજરાત સફેદ ડુંગળી-૧, જૂનાગઢ લોકલ (પીળીપતી), તળાજા લાલ, એગ્રીફાઉન્ડ લાઇટ રેડ, ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧
પાકનો વાવેતર સમય
ચોમાસુ પાક : મે - જૂન ધરૂ ઉછેર
જુલાઈ – ઓગષ્ટ ફેરરોપણી
શિયાળુ પાક :
સપ્ટેમ્બર - ઓકટોબર ધરૂ ઉછેર
નવેમ્બર - ડીસેમ્બર
: ફેરરોપણી
વાવેતરનું અંતર
૧૫ * ૧૦ સે.મી.
બીજનો દર
એક વિધે વાવેતર માટે ૮ થી ૧ કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહે છે.
ધરૂઉછેર
ધરૂ ઉછેર માટે ૪ થી ૪.૫ ગુંઠા જેટલી જમીન પૂરતી છે. આ જમીનમાં બે ટન છાણીયું ખાતર, ભેળવી ૪ મીટર લાંબા, ૧ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઉંચાઈના ગાદી કયારા બનાવવા. જમીનનુ સૌરકરણ (સોલારાઇઝેશન) કરી ગાદી કયારામાં ધરૂ ઉછેર કરવો. બીજને ટ્રાઇકોડર્મા ૫ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું. ગાદી કયારામાં ૭.૫ સે.મી.ના અંતરે વાવેતર કરવું. વાવેતર બાદ ઝારાથી પિયત આપવુ.
ફેરરોપણી
ધરૂ ૪૦ થી ૪૫ દિવસના થાય ત્યારે ફેરરોપણી કરવી.
દેશીખાતર
ફેરરોપણી પહેલા જમીનમાં ૨૦ થી ૨૫ ટન/ હે. છાંણીયુ ખાતર આપવું.
નિંદામણ અને આંતરખેડ
ડુંગળીનુ વાવેતર ટુંકા અંતરે થતુ હોવાથી આંતરખેડ શકય નથી. પરંતુ ૨ થી ૩ વખત હાથ નિંદામણ કરવુ. નીંદણના અસરકારક નિયંત્રણ માટે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક મલ્યનો ઉપયોગ કરવો.
પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ
થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો જૈવિક ફૂગ બીવેરીયા બાસીઆના અથવા મેટારીઝીયમ એનીસોપ્સી ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા જોઈએ.
પિયત
ડુંગળીને ફેરરોપણી પછી પહેલું પિયત તૂરત જ આપવુ. ત્યારબાદ બીજું પિયત ચોથા દિવસે આપવું. ચોમાસા દરમ્યાન જરૂરિયાત જણાય ત્યારે પિયત આપવું, જયારે શિયાળુ ઋતુમાં ૮ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવું. ડુંગળીના કંદના વિકાસના તબકકાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી. સરેરાશ ૧૫ થી ૨૦ પિયતની જરૂરિયાત રહે છે. ક્ષારીય જમીનમાં બાજરીના ભુસાનુ આવરણ કરવું.
પાક સંરક્ષણ
- ચૂસીયા જીવાતોના નિયંત્રણ માટે લીંબોળીમાંથી બનાવેલ ૫% દ્રાવણ (૫૦૦ ગ્રામ/ ૧૦ લીટર પાણી) નો છંટકાવ કરવો.
- ચૂસિયા જીવાતોના ભૌતિક નિયંત્રણ માટે સ્ટીકી ટ્રેપ ૧૦ થી ૧૨ નો ઉપયોગ કરવો.
- ઉધઇ નિયંત્રણ માટે લીંબોળીનો ખોળ ૨૫૦ કિ.ગ્રા./ હેકટર આપવો.
- ગંઠવા કૃમિનાં અસરકારક નિયંત્રણ માટે એરંડીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર પ્રમાણે વાવણીના ર થી ૩ દિવસ પહેલાં જમીનમાં આપવું.
બાફીયો શું છે?
ડુંગળી જમીનમાજ સડી અને જમીનમાજ બફાય જાય અને તેમાથી ખરાબ દુર્ગંધ આવે જેને ખેડૂતો બાફીયો કહે છે
જૈવિક નિયંત્રણ:
જૈવિક ફૂગ જેવીકે ટ્રાયકોડરમાં, સ્યુડોમોનાસ ફુગનો શરૂઆતથિજ ઉપયોગ કરવો જે નુકશાન કારક ફૂગને પોતાનો ખોરાક બનાવી તેનું નુકશાન અટકાવશે
જૈવિક ઉપાય તરીકે પેસિલોમાયસીલ 1 કી.ગ્રા/ વિઘે + 300 ગ્રામ હ્યુમિક એસિડ આપવું.
(જૈવિક ઉપાયો કરવા છતાં જો પરિણામ મળેલ ના હોય તોજ કેમિકલ ઉપાયો હાથ ધરવા)
રાસાયણિક નિયંત્રણ:
- (Fluopyrum 34.48% SC) જે બજારમાં વેલમ પ્રાઈમના નામે મળે છે જે 100 ml/વીઘા પિયત સાથે અથવા રેતીમાં ભેળવી આપવું.
- Benfuracarb 3% GR જે 5 કી.ગ્રામ/એકર સાથે COC (કોપર ઓક્સિક્લોરાઇડ 300 ગ્રામ /એકર આપવાથી નેમેટોડ અને ફૂગ નો નાશ થાય છે.
પાક આશરે ૧૩૫ થી ૧૪૦ દિવસે કાપણી માટે તૈયાર થાય છે. ડુંગળીનાં છોડના પાન પીળા પડીને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કંદ તૈયાર થયા તેમ સમજવું. પરંતુ ચોમાસુ ડુંગળીમાં આ પ્રકારે પાન ઢળતા નથી તેથી પાક જયારે લગભગ પાંચ મહિનાનો થાય અને કદનો વિકાસ બરાબર થયેલો લાગે ત્યારે કાપણી કરવી જોઈએ. આ વખતે ઉંધી ખંપાળીથી સમાર મારી છોડનો ઉપરનો ભાગ પાડી દેવો. ત્યારબાદ અઠવાડીયા પછી હાથથી ડુંગળીનાં કંદ સહિત છોડ ખેંચી લેવા. ડુંગળી કાઢતી વખતે આગળના પાથરાના કંદ પાછળના પાંદડાથી ઢંકાય જાય તે રીતે ખુલ્લી જગ્યામાં ૧૦ થી ૧૫ દિવસ રાખવા, ત્યારબાદ ૨ થી ૨.૫ સે.મી. ડીંટ રાખી બીટણી કરીને છાપરામાં અથવા ઓરડામાં સંગ્રહ કરવો.
