- જમીન ફળદ્રુપ તેમજ ભરભરી બનાવે છે, જેના કારણે અંકુરણ અને મૂળનો વિકાસ સારો થાય છે.
- કેલ્શિયમથી નાઇટ્રોન, ફોસ્ફરસ તથા પોટેશિયમ જેવા ખાતરોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
- જમીનમાં ક્ષારનું પ્રમાણ ધટાડે છે.
- મુળમાં ગ્રંથીઓનું નિર્માણ તથા છોડની વૃધ્ધિમાં સહાયક બની મજબુતી આપે છે. જેથી છોડ આડો પડી જતો નથી.
💠 કેલ્શિયમ તત્વની ઉણપ અને તેના લક્ષણો :
- પાકનો મુળનો વિકાસ ઓછો થાય છે.
- નવા મુળનો વિકાસ ઓછો થાય છે તથા નવા મુળ ધાટા કલરના થઇ જાય છે.
- કેલ્શિયમની ઉણપના કારણે જમીનમાં ગડબડ થઇ જાય છે. જેના કારણે સારા ખાતર અને સારા બિયારણ નાખવાથી પણ ઉત્પાદન ઓછું થાય છે.
- નવું પાન કે કુંપળ નીચેની તરફ હુકની જેમ ઝૂકી જાય તથા નવું પાન મરવા માંડેછે.
- નવા પાન માં હરીત દ્રવ્યનો અભાવ.
- ઉગતી કળી ખરી પડે.
- છોડની અગ્રકલિકાનો વિકાસ રૂંધાય છે.
- છોડ બટકો રહે છે અને પાનની ડાળ વળેલી જોવા મળે અને ખરી પડે છે.
💠 નિયંત્રણ :
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ ભાસ્મિક જમીનમાં જીપ્સમ (ચિરોળી) પાયાના ખાતર તરીકે વાપરવું.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.
