સલ્ફર (ગંધક) | Sulphur

0


💠 સલ્ફર મહત્વ :


• સલ્ફર પાકના હરિતકણો, પ્રોટીન, સ્ટાર્ચ, શર્કરા, ગ્યુકોસાઇડ તથા વિટામિનોના
સંશ્લેષણની કામગીરી સક્રિય કરે છે.
• પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઉત્તેજિત કરીને હરિત, પદાર્થોના ઉત્પાદનમાં વધારો કરે છે.
• જમીન સુધારવાનું કામ કરે છે,
• તેલીબીયા પાકમાં તેલની માત્રા વધારે છે, શેરડીના પાકમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.
• વધારાના ગંધનું નિર્માણ કરે છે. જેમ કે ડુંગળી, લસણ, બટાટા વગેરેમાં સ્ટાર્ચ તથા મરચામાં તીખાપણું વધારવાના કામ માટે જવાબદાર છે.
• સલ્ફર છોડની અંદર-ફોસ્ફરસના વિવિધ સ્વરૂપના ઉપયોગમાં મદદરૂપ છે.

💠 ગંધક (સલ્ફર) ની ઉણપના ચિન્હો :

- નવા પાનની અણી છેડેથી પીળી પડે છે.
- પાક મુરઝાયેલો ફીક્કો દેખાય છે
- ખેતરમાં ઉધઇનો પ્રકોપ થવો,
- છોડના મુળનો મુંડા પવો કોહેવોરા થવો.
- સલ્ફર તત્વની ઉણપને લીધે ખેતરમાં પાન-ડાળીઓ બનેલી હોય તેવી લાગે છે.
છોડ બટકો રહે અને થડ પાતળું જોવા મળે છે.
- છોડના બધા પાન આછા લીલા રંગના જોવા મળે છે.

💠 નિયંત્રણ :

- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ હેક્ટરે ૨૦-૪૦ કિ.ગ્રા. ગંધક જમીનમાં આપવું અથવા જમીનમાં દર વર્ષે ૬૦-૭૦ કિ.ગ્રા. જીપ્સમ વાપરવું.
- જમીન ચકાસણી રિપોર્ટ મુજબ નાઈટ્રોજન અને ફોસ્ફરસ તત્વોની પૂર્તિ ગંધક ધરાવતા (સલ્ફરયુક્ત) ખાતરો જેવા કે એમો. સલ્ફેટ, સીંગલ સુપર ફોસ્ફેટ કે ૨૦:૨૦:૦:૧૩ વાપરવા.
- જમીનમાં સેન્દ્રિય ખાતરો વાપરવા.

🔸Micro fertilizer વિશે વધુ માહિતી માટે જુઓ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*