ફોસ્ફરસ | Phosphorus

0


 💠 ફોસ્ફરસનું મહત્વઃ


  • મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે ATP ના બંધારણ
  • થડના મજબૂત વિકાસ માટે પ્રકાશસંશ્લેષણમાં મહત્વનો રોલ
  • મૂળનો વિકાસ અને વૃધ્ધિ કરે અને મજબૂત બનાવે છે
  •  શર્કરા સ્ટાર્ચના વહનમાં જરૂરી છે.
  • અનેક શાખાઓ કુટે છે, ફળ-ફુલ અને બીજમાં વધારો થાય છે તથા પાકને પકવવામાં મદદરૂપ છે.
  • ફોસ્ફરસ રાઇઝોબિયમ ગ્રંથીઓ વધારે છે.
  • એક પેઢીથી બીજી પેઢીમાં ગુણ-ચરિત્રના સ્થાળાંતર માટે જરૂરી છે.
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
  • પશુઓના પોષણમાંમહત્વપૂર્ણ છે.

💠 ફોસ્ફરસની ઉણપનાં લક્ષણો :

  • ફોસ્ફરસની ઉણપથી છોડ સાધારણ, પાતળો અને સીધો રહે છે.
  • છોડમાં પાન દુર-દુર તેમજ નાના થાય છે. (વિકાસ ઓછો રહે છે)
  • છોડમાં ડાળીઓની કુટ રૂંધાય છે.
  • છોડના પાન અને થડ આછા જાંબુડીયા રંગના જોવા મળે છે. વિષમ પરિસ્થિતિમાં પાન કાળાશ પડતા રાતા દેખાય છે અને પાનના પાછળના ભાગમાં લાલ ડાઘા પડેલ જોવા મળે છે.
  • પાંદડાની કિનારીઓ જાંબુડીયા રંગના ટપકાવાળી અને પછી થી જાંબુડીયા મોટા ડાઘા ઉપસી આવે છે. 
  • પાકનો વિકાસ અટકી જાય છે અને મુળીયા નબળા/સખત બને છે.
  • ધાન્ય પાકો અને શેરડીમાં બે ગાંઠો વચ્ચેનું અંતર ઘટે છે.
  • છોડના નીચેના પાન ઘેરા લીલા રંગના જોવા મળે છે.

💠 નિયંત્રણ :

  • જમીન ચકાસણી રિપોર્ટ મુજબ જમીનમાં ફોસ્ફરસયુક્ત ખાતરો આપવા
  • દા.ત. ડીએપી અથવા એનપીકે ૧૨:૩૨:૧૬, અથવા એનપીકે ૧૦:૨૬:૨૬:
  • સેન્દ્રીય ખાતરો વાપરવા. શક્ય હોય તો લીલો પડવાશ કરવો. 
  •  ફૉસ્ફરસ દ્રાવ્ય (પીએસબી) જૈવિક ખાતરની બીજ માવજત આપવી અથવા પિયત આપવું.

🔸Micro fertilizer વિશે વધુ માહિતી માટે જુઓ

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*