💠 વર્મિકંપોસ્ટ
વર્મિ કંપોસ્ટીંગ કચરો એ એક પ્રકારનો સ્રોત જ છે. કેટલોક કાર્બનિક કચરો જે ખાસ કરીને કૃષિ પ્રવૃત્તિઓમાંથી મળે છે અથવા ડેરી અથવા પ્રાણી પાલનમાંથી ઉભો થાય છે તેને એક ખૂણામાં ફેંકી દેવામાં આવે છે જ્યાં તે વિઘટિત થયા કરે છે અને ગંદી વાસ ઉત્પન્ન કરે છે. આ કિંમતી સ્રોતને વ્યવસ્થિત રીતે કંપોસ્ટ કરવાથી તેને ખાતરમાં ફેરવી શકાય છે. કંપોસ્ટીંગનો મુખ્ય હેતુ કચરાનો નિકાલ ન હોતાં, મુખ્યત્વે ઉચ્ચ ગુણવત્તાનુમ ખાતર બનાવવાનો હોય છે જે માટીની ગુણવત્તા સુધારી શકે છે.
💠 દેશી અળસિયાના લક્ષણો
🔸અળસિયાં યુક્ત માટી શોધો જેમાં રેતીની સપાટી પર અળસિયાનાં ચીલા પડેલ હોય.
🔸૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ ગ્રામ ગાયનાં છાણમાં ૨ લિટર પાણીમાં ઉમેરો અને 1m x 1m નાં ક્ષેત્રમાં છાંટો.
🔸આ વિસ્તારને શણિયાઓ વડે ઢાંકી દો.
🔸આગલા ૨૦ થી ૩૦ દિવસ સુધી તેનાં ઉપર પાણી છાંટ્યા કરો.
🔸અહીં અળસિયાં અને અન્ય કીડાઓ એકત્ર થશશે તેને ઉપયોગમાં લઈ શકાય છે.
💠 વર્મિબેડ
🔸વર્મિબેડ એટલે અળસિયા માટેની ક્યારીઓ જે એક ભેજ યુક્ત કાંપવાળી માટીનું સ્તર હોય છે જેને સૌથી નીચે ૧૫ થી ૨૦ સેમી જાડાઇ સુધી પાથરવામાં આવે છે.
🔸અળસિયાઓને આ માટીમાં દાખલ કરવામાં આવે છે. ૧૫૦ જેટલાં અળસિયાં 2m x 1m x 0.75mના બેડમાં યોગ્ય રહે છે જેમાં 15 થી 20સેમી જાડાઇનું વર્મી પ્લાસ્તર પણ અવેલું છે.
🔸વર્મીબેડમાં થોડુંક ગાયનું તાજું છાણ મૂકવામાં આવેછે. ત્યાર બાદ તેનાં ઉપર લગભગ ૫ સેમી જેટલું સૂકા પર્ણોનું સ્તર કરવામાં આવે છે. આ પર્ણોને સૂકવીને ટૂકડા કરીને નાંખવાથી ફાયદો રહે છે.
🔸વર્મિબેડ સૂકો કે ખૂબ પાણીયુક્ત ન હોવો જોઇએ. તેને ત્યારબાદ નાળીયરનાં પાંદડાઓની મદદથી ઢાંકી દેવામાં આવે છે, જેથી તેનાં ઉપર પક્ષીઓનું આક્રમણ અટકાવી શકાય. ૩૦ દિવસ બાદ, પ્રાણીઓનો કચરો અથવા રસોડાનો એવો કચરો જેને પહેલાં થોડો કોહવાવવા દીધો હોય તેનું 5 સેમી જેટલું સ્તર કરવામાં આવે છે. તેને અઠવાડિયામાં બે વખત પુનરાવર્તિત કરી શકાય.
🔸આ બધા કાર્બનિક કચરાને અવારનવાર મિશ્રિત કરવામાં આવે છે. તે માટે પાવડાનો ઉપયોગ કરવામાં આવે છે.
🔸પાણી નિયમિત રીતે આપવું જોઇએ જેથી ખાડામાં ભેજ જળવાઇ રહે. જો વાતાવરણ ખૂબ જ સૂકું હોય તો તેને અવારનવાર પાણી આપવું જોઇએ.
- દેશી અળસિયુ માટી જ ખાય છે.
- જો તેને માટી ન મળે તો બીજે જતું રહે અથવા જમીનમાં નીચે સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે.
- દેશી અળસીયા જુદા-જુદા તાપમાનમાં પણ કામ કરી શકે છે..
🔸અસળીયાના મળમાં તેણે ખાધેલી માટી કરતાં
૭ % વધારે નાઇટ્રોજન
૬ % વધારે ચૂનો
૮% વધારે મેગ્નેશીયમ
૧૦% વધારે સલ્ફર
ઉપરાંત જમીનને જરૂરી અન્ય સુક્ષ્મ તત્વો વિપુલ માત્રામાં હોય છે. જમીનને સુજલમ-સુફલામ બનાવે
છે.

