આપણૂં દેશી બિયારણ સાચવવાની રીત.|| Best Seeds Storege tricks and tips

0

 આપણૂં દેશી બિયારણ સાચવવાની રીત.



  1.  ધીરે ધીરે આપણૂં દેશી બિયારણ લુપ્ત થતું જાય છે. દેશી બિયારણ એટલે દેશી કે જેમાં રોગ-જીવાતના પ્રશ્નો ઓછા રહે છે. હા, થોડું ઉત્પાદન સુધારેલ બી કરતા ઓછું રહે.
  2.  ઉત્પાદન વધારવાની લાયમાં આપણે મોંઘુદાટ સુધારેલ બિયારણ ઉપર જતા રહ્યા છે.
  3.  આવા સુધારેલ બિયારણો ખેડૂતો વાવણી પહેલા એડવાન્સમાં ખરીદી લેતા હોય છે અને જો વાવણી સુધી બરાબર ન સાચવીએ તો બીના ઉગાવા ઉપર માઠી અસર પડતી હોય છે.
  4.  તેમાં ભોંટવા, રાતાસરસિયા, વાતરી જેવી જીવાત પડવાથી બીના ઉગાવા ઉપર અસર પડે છે.
  5.  તો ચાલો જાણિયે આવા દેશી અને સુધારેલ બી વાવણી સમય સુધી કેવી રીતે સાચવિએ.
  6.  સંગ્રહ કરતા પહેલા બીના જથ્થામાંથી તુટેલ કે ખંડિત દાણા અને ફોતરા દુર કરો.
  7.  બીમાં ભેજ ૧૦% કરતા ઓછો રહેવો જોઇએ. બીયારણને ૩-૪ દિવસ સૂર્ય તાપમાં સુકવવું.
  8.  થોડું બી હાથમાં લઇ મુંઠ્ઠી વાળી દબાવી રાખો અને જો આપની હથેળી ઠંડી લાગે તો સમજવું કે બીમાં હજું પણ વધારે ભેજ છે. ફરી એક-બે દિવસ સૂર્યતાપમાં સુકવો.
  9.  સુકવેલ બિયારણને કંતાનના કે કાપડમાંથી બનાવેલ થેલીમાં ભરી કોઠારમાં મૂંકો.
  10.  હવાચુસ્ત કોઠારમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના પાઉચ (૧૦ ગ્રામ પ્રતિ ક્વિન્ટલ) મૂંકી કોઠારને અઠવાડિયા સુધી ખોલવું નહિ.
  11.  બીયારણમાં ક્લોરપાયરીફોસ ૧.૫%નો પાવડર (૨ થી ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા.) ભેળવી થેલી કે પીપમાં સંગ્રહ કરો.
  12.  આવું બિયારણ વાવતા બચે તો તેનો ખાવામાં કે પશુ નિરણ માટે કદાપી ઉપયોગમાં લેવું નહિ.
  13.  પીપમાં છુટ્ટું બી ભર્યુ હોય તો ઉપરની બાજુએ ચાળેલી રેતીનો ૩ ઇંચનો થર બનાવો.
  14.  કોઠારમાં એક નાનું લાઇટટ્રેપ મૂંકવું.
  15.  શાકભાજીના ખરીદેલ બીના પેકેટ વાવણી સુધી ફ્રીઝમાં સાચવી રાખવા.
  16.  કઠોળવર્ગ પાકમાંથી બી સાચવવાનું હોય તો કાપણી પહેલા એકાદ દવાનો છંટકાવ કરવો.
  17. દૂધનો પાવડર કાપડની કોથળીમાં ભરી મૂંકી રાખવાથી તે વધતા ભેજનું નિયંત્રણ કરશે.




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

Please Select Embedded Mode To show the Comment System.*