Bio- Fertilizer
💠 ફોસ્ફરસ જૈવિક ખાતર :
- ફૉસ્ફેટ કલ્ચર પૈકી બેસીલસ, સ્યુડોમોનાસ, એસ્પરજીલસ અને માઈકોરાઈઝા મુખ્ય છે. જમીનમાં ફોસ્ફરસ ખાતરની વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાની ક્ષમતા ૧૦ થી ૧૫ ટકા જેટલી જ હોય છે. મોટા ભાગનો ફોસ્ફરસ અલભ્ય સ્વરૂપમાં ફેરવાય છે. પરિણામે તે પાકને કામમાં આવતો નથી. આ જૈવિક ખાતર માં રહેલા જીવાણુઑ વિવિધ પ્રકારના એસિડ બનાવી અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.જૈવિક ખાતરના વપરાશથી ૨૦ થી ૨૫ કિગ્રા/હે. ફોસ્ફરસ ખાતરની બચત કરે છે. બધા પાક માટે આ જૈવિક ખાતરની ભલામણ કરવામાં આવે છે.
💠 રાઈઝોબીયમ જૈવિક ખાતર :-
- રાઈઝોબીયમનામના જીવાણુઓ કઠોળ વર્ગ માટે જેવા કે તુવેર, ચણા, મગ, મગફળી, સોયાબીન વગેરેના મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવી રહે છે. દરેક મૂળ પરની ગાંઠો નાઈટ્રોજન સ્થિર કરવાનું નાનું કારખાનું છે.જે પાકની ૬૦ થી ૭૦ ટકા નાઇટ્રોજન ની જરૂરિયાત પૂરી પાડે છે.
- એ એક પ્રકારના બેક્ટરીયા છે, જે હવામાંના મુકત નાઈટ્રોજનને સ્થિર કરવાની શક્તિ ધરાવે છે. રાઈઝોબીયમપ્રકારના બેક્ટેરિયા ને નાઈટ્રોજન મેળવવા જેમ કઠોળ વર્ગના પાકની હાજરીની જરૂર પડે છે.તેમ એઝોટોબેક્ટરને કોઈ પણ પાકની હાજરીની જરૂર પડતી નથી. જેઓ જમીનમાં સ્વતંત્ર રીતે જ નાઈટ્રોજન સ્થિર કરી શકે છે. ખેતરની જમીન તેમનું રહેઠાણ છે. આ બેક્ટરિયાને વૃધ્ધિ તેમજ વિકાસ માટે હવામાંનો પ્રાણવાયુ જરૂરી છે. તેથી ખેતરના ૧૫-૩૦ સેમીના ઉપરના પડમાં તેઓ વિશોષ સંખ્યામાં આવેલા હોય છે. આ સંજોગોમાં જમીનની ફળદ્રુપતા સાચવવા તેમજ મોંઘા રાસાયણિક ખાતરની બચત કરવા કાર્યક્ષમજાતની ભલામણ કરેલ એઝોટોબેકટર જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો જરૂરી છે. આ પ્રકારના બેક્ટરીયા હવામાંનો મુક્ત નાઈટ્રોજ વાપરી પોતાનામાં રહેલા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકની મદદથી એમોનિયા બનાવે છે, જે પાણીમાં દ્રાવ્ય છે. જેથી છોડ સહેલાઈથી લઈ શકે છે. બિન કઠોળ વર્ગના પાક માટે આ જૈવિક ખાતરની મલામા કરવામાં આવે છે. આવું કલ્ચર વાપરવાથી ૩૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની બચત કરી શકાય છે.
પોટેશિયમએ પાક માટે જરૂરી છે. જે જમીનમાં એલ્યુમિનો-સિલીકેટ મિનરલના મુખ્ય સ્વરૂપમાં હોય છે. જેનો સીધેસીધો ઉપયોગ છોડ કરી શકતો નથી. પોટાશ દ્રાવ્ય કરનાર બેક્ટરીયાનો જમીનમાં ઉપયોગ કરવાથી તે અદ્રાવ્ય પોટાશને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે. જૈવિક ખાતરના વપરાશથી ૧૦-૧૫ કિગ્રા/હે. પોટાશ ખાતરની બચત કરે છે. બધા પાક માટે આ જૈવિક ખાતરની ભલામણ કરવામાં આવે છે.
💠 ઝીંકને દ્રાવ્ય કરનાર જૈવિક ખાતર ZSB :
- (ઝીક સોલ્યુબિલાઈઝીંગ બેક્ટરીયા ZSB)
ઝીંક એ પાક માટે ઓછું જરૂરી માઈક્રોન્યુટરીયન્ટ છે. પરંતુ ઝીંકની ખામીથી છોડમાં જુદા જુદા પ્રકારના રોગો થાય છે. જમીનમાં ઝીંક અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. ઝીંક સોલ્યુબિલાઈઝીંગ બેક્ટરીયા અદ્રાવ્ય ઝીંકને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. કલ્ચરમાં બેસિલસ સ્પી. હોય છે. જે જમીનમાં ઝીકના અદ્રાવ્ય સ્વરૂપ જેવા કે ઝીંક ઓક્સાઈડ, ઝીંક ફોફેટ અને ઝીંક કર્બોનેટમાંથી ઝીંક ને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. જેને છોડ સીધી રીતે લઈ શકે. બધા પાક માટે આ જૈવિક ખાતરની ભલામણ કરવામાં આવે છે.
💠 NPK લિક્વીડ કન્સોટયા :
- NPK લિક્વીડ કન્સોર્ટીયામાં નાઈટ્રોજન ફીક્સીંગ બેક્ટરીયા (એઝોટોબેક્ટર રાઈઝોબિયમ, અઝોસ્પિાઇરીલમ, એસિટોબેકટર), ફોસ્ફટ દ્રાવ્ય કરનાર બેક્ટરીયા (બેસીલસ) અને પોટાશને દ્રાવ્ય કરનાર (એફ. ઓરેન્ટીયા અથવા બેસીલસ સ્પી) હોય છે. બધા પાક માટે આ જૈવિક ખાતરની ભલામણ કરવામાં આવે છે.

